Tuesday, 7 February 2017

ચમત્કાર....!!


અમિત, અંકિત, કરણ, ગોપાલ, ચિરાગ, જયદિપ, જયેશ, દર્શન, દાનીશ, ભરત, ભાવેશ, મહેન્દ્ર, રવિ, રાહુલ, રિયાઝ, લલિત, શાહબાઝ, સાબિર, હિતેષ
સમજી ગયાંને..... લ્યો.... ન સમજ્યાં.... તો જુઓ વધુ એક...


Amit, Ankit, Bharat, Bhavesh, Chirag, Danish, Darshan, Gopal, Hitesh, Jaydeep, Jayesh, Karan, Lalit, Mahendra, Rahul, Ravi, Riyaz, Sabir, Shahbaz 

હા... સાવ સાચું.... શબ્દકોશનો ક્રમ... In order of dictionary...
    
      એક વાર બન્યું એવું કે સ્ટાફના એક શિક્ષક રજા ઉપર હોવાથી મારે બે વર્ગ સંભાળવાનાં આવ્યાં. એક તો ધોરણ-૬ કે જેમાં મારો period હતો અને બીજું ધોરણ-૮. તમને તો ખબર જ છે કે આવું કંઈક બને એટલે બાળકોની પહેલી demand હોય કે, “ટીચર, રમાડો....” પણ આજે તો ધોરણ-૮નાં વિદ્યાર્થીઓનો સૂર બે ભાગમાં વહેંચાયેલો હતો... એક ને રમવું હતું.... અને બીજા ને ભણવું હતું...!! ના... રે... ના.... એ કાંઈ ચમત્કાર નહોતો, ચમત્કાર તો હવે બનશે...

         ૮મા ધોરણનાં વિદ્યાર્થીઓ થોડા મોટા એટલે સ્વયંશિસ્ત વાળા ખરા... તો મેં વચલો રસ્તો કાઢીને તેઓ જાતે કરી શકે તેવી એક પ્રવૃત્તિ સોંપી. છ-છ નાં ત્રણ ગૃપ બનાવીને મેં તેમને પોતાના અંગ્રેજી નામ મુજબ dictionary ના ક્રમમાં ગોઠવાઈને મારી પાસે આવવા કહ્યું. હજુ તો ધોરણ-૬ માં મેં ભણાવવાનું શરું જ કર્યુ હતું ત્યાં તો ત્રણેય ગૃપ ગોઠવાઈને હાજર...!! ત્યારપછી બેએક વાર ગૃપના વિદ્યાર્થીઓને બદલી-બદલીને મેં પાછાં મોકલ્યાં. પરંતુ આમ કરવાથી તો ધોરણ-૬ નાં વિદ્યાર્થીઓનું ધ્યાન U-turn થાય છે એમ વિચારીને આ વખતે મેં ધોરણ-૮નાં તમામ વિદ્યાર્થીઓનું એક જ ગૃપ બનાવીને એક જ હરોળમાં ગોઠવાઈને આવવાં કહ્યું. થોડી વાર લાગી. પણ હજું તો અડધો period પત્યો હતો ત્યાં વળી ગોઠવાઈને હાજર... અંગ્રેજીની dictionary પ્રમાણે ગોઠવાવું સહેલું પડે છે. હવે મેં તેમને ગુજરાતી શબ્દકોશ મુજબ એક જ હરોળ બનાવીને આવવા કહ્યું. આ વખતે થોડી વાર તો લાગી.... લાગે જ ને...? શિક્ષકોને પણ જો વીસેક જેટલાં શબ્દો ગુજરાતી શબ્દકોશ મુજબ ગોઠવવા આપવામાં આવે તો વાર તો લાગે... શક્ય છે ભુલ પણ પડે... period પૂરો થયો ત્યાં તેઓ આવ્યાં... સાચા ક્રમમાં ગોઠવાઈને...!! ઉહુંહ.... આ પણ ચમત્કાર નહોતો...

        હવે... આ બધું ધોરણ-૬નાં બાળકો જોઈ રહ્યાં હતા. પિરીયડ તો પૂરો થઇ ગયો હતો. હું ક્લાસ બહાર જાઉં તે પહેલાં જ તેઓ બોલી ઉઠ્યા કે, “ ટીચર અમનેય આવું કરાવો ને...” આ હતો ચમત્કાર...!!!

          પણ મને થયું કે આ લોકોને અંગ્રેજી Dictionary પ્રમાણે શબ્દો ગોઠવવા કેવી રીતે આપું ? ધોરણ – ૬માં જ્યારે તેઓ આવ્યા ત્યારે ABCD એટલે તેમને માટે બસ, એક A, બીજો B, ત્રીજો C અને ચોથો D !! આને જ તેઓ ABCD માને !! આગળ પણ કાંઈક છે એની તો કાંઈ ખબર જ નહિ...! મારા ઘણાં પ્રયત્નો નિષ્ફળ ગયા છે તેમને આગળના Alphabets ઓળખાવવા માટેનાં.... પણ આજે તો હું જે બાબતને U-turn માનતી હતી, તે તો તેમની અંદરની જિજ્ઞાસારૂપી આગનું કામ કરી રહી હતી. અને વળી ધોરણ-૮ના બાળકોની પ્રવૃત્તિ તો તેને જાણે ‘હવા’ જ આપી ગઈ. મોકો જોઇને મેં પણ કહી દીધું કે, ‘આવું’ કરવું હોય તો ABCDનાં બધા જ મૂળાક્ષરોને તેના ક્રમ પ્રમાણે ઓળખતાં આવડવા પડે. તેઓ સહમત થયાં અને લાગી પડ્યાં મૂળાક્ષરોને તેમના ક્રમમાં ઓળખવવાનાં કામમાં. હું બોર્ડ પર પાંચ-પાંચ Spellingsના પાંચ જૂથ લખીને બાજુના ક્લાસમાં પિરીયડ લેવા જતી રહી. અડધા પિરીયડ પછી હું ધોરણ-૬ના બાળકોને જોવા ગઈ. ‘ખરેખર! જો પ્રવૃત્તિમય રાખવામાં આવે તો નાના બાળકોમાં પણ સ્વયંશિસ્તનો ગુણ કેળવી શકાય છે.’ તેવું મેં વિચાર્યું. થોડાં પ્રયત્નો પછી તેઓ પણ Spellingsને Dictionary મુજબ ગોઠવતાં શીખી ગયાં!!
        

            અને આમ, અંગ્રેજી શીખવા માટેનું પહેલું પગથિયું ચડવા તેઓએ પગ ઉપાડી લીધો હો..... ખરેખર,
“કુછ કર ગુઝરને કે લિયે મૌસમ નહી મન ચાહિયે,
સાધન સભી જૂટ જાયેંગે, સંકલ્પ કા ધન ચાહિયે!!





38 comments:

  1. Keep Up the Writing... We need more from a brave, curing, caring & yet Soft Heart...

    ReplyDelete
  2. Very nice... Keep it up... Congratulations

    ReplyDelete
  3. Very nice... Keep it up... Congratulations

    ReplyDelete
  4. Good idea ... I will do it in my school

    ReplyDelete
  5. Good idea ... I will do it in my school

    ReplyDelete
  6. Good work ben.....abhinandan @RAMDEVSINH JADEJA

    ReplyDelete
    Replies
    1. Tamaro aabhar manu tetlo ochho padse bhai...

      Delete
  7. You have prove that Knowledge is begun from game.

    ReplyDelete
  8. Superb work.
    I Salute u for ur hardwork, dedication, determination, descipline, confedense, morality.... Etc ...
    I think Tr. Trupti budhdhev is more luckey then Master Manan...
    But I was wrong.
    U both r made for each other...
    Perfect couple..

    ReplyDelete
  9. Superb work.
    I Salute u for ur hardwork, dedication, determination, descipline, confedense, morality.... Etc ...
    I think Tr. Trupti budhdhev is more luckey then Master Manan...
    But I was wrong.
    U both r made for each other...
    Perfect couple..

    ReplyDelete
  10. Ekdam right track !!@!! Vandan...

    ReplyDelete
  11. Wonderful...!!!
    I must try it at my school.
    Continue sharing to help us.

    ReplyDelete
  12. It's difficult to search that particular link, but you can find an activity that helps to make young ones to read without introducing alphabets. And I appreciate your passion for teaching and writing!

    ReplyDelete
  13. Congratulations.... Very good effort...

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. I appreciate your applied innovation and applied philosophy

    ReplyDelete
    Replies
    1. I got your words.. thanks to feel my posts..

      Delete
  17. આવીજ કરવી શકાય તેવી પ્રવૃત્તિ ની માહિતી આપતા રહેશો............ બસ એજ આશા

    ReplyDelete