બીજા સત્રની શરૂઆતના એ દિવસે સવારે શાળાએ પહોંચી મેદાનમાં હું ઉભી હતી ત્યારે હંમેશ મુજબ પોતાની મસ્તીમાં લીન એવો અંકિત કંઇક ગણગણતો આવ્યો.
છે ને !!! આવડાક અમથા છોકરાને પણ દેશ માટે કંઇક કરવું છે. એના આ વિચારોનું કારણ કદાચ વાંચન હોઈ શકે. આશરે લાઈબ્રેરીના ૪૦ જેટલા પુસ્તકો આ છોકરાએ વાંચી નાખ્યા છે. હવે એ બીજાઓથી કંઇક અલગ વિચારતો પણ થયો છે તે જાણીને મને આનંદ થયો. (જોકે મને તો... વાંચન ભલે ઓછું થાય પણ તેની અસર વિચારો પર થાય તે વધુ ગમે અને તે વિચારો અમલમાં મુકાઈને જીવન પરિવર્તિત થાય એ સ્થિતિ તો એથી વધુ ગમે.)
જીવન પરિવર્તનનાં પહેલાં પગથીયાં સમા પુસ્તકો વાંચવા તો એમણે શરૂ કરી દીધા હતા, પણ આજે આ દેશને (કે કોઈપણ વ્યક્તિના અંગત જીવન માટે પણ) સારા વિચારો અને તેના અમલની જ વધારે જરૂર છે તેમ હું માનું છું.
આજે આપણે કેટલાં બધા સામાજિક કાર્યકરો કે કથાકારોને સમાજ પરિવર્તન માટે મથતાં જોઈએ છીએ. સમાજને કેટલા બધા સમર્પિત થઇને તેઓ રહેતા હોય છે. તેમ છતાં પરિવર્તન ન થવાના કારણે જાહેરમાં તેમને તેમની મનોવેદના ઠાલવતાં જોઉં છું. તેઓ કાંતો યુવાનો અથવા વૃદ્ધોનાં વિચારો બદલવા કોશિશ કરી રહ્યાં છે. (કે જે અવળી દિશાની મહેનત છે, તેવું ‘મારા અનુભવો’ને આધારે મારું માનવું છે.) નાની ઉંમરથી જ સારા વિચારોનું સિંચન અને વિચાર પરિવર્તન મને જરૂરી, યોગ્ય અને સરળ લાગે છે, પણ...
“અલ્યા, કાગળ પર તો સૌ ચીતરી શકે,
હિંમત હોય તો ટહુકો દોર,તો સાચું કહું!!
આ પંક્તિમાં દર્શાવ્યા મુજબ મારે માત્ર આ છોકરાઓના ‘વિચાર પરિવર્તન’ વિશે વિચારવાનું જ નથી, કંઇક કરવાનું પણ છે, હું શું કરી શકું ? મેં વિચારી લીધું.......
મેં શું કર્યું ?
મેં શું કર્યું ?
એ દિવસે એ નટખટ નખરાળા અંકિતની બાળસહજ પ્રવૃત્તિ જોઈને ધોરણ-૮ हिन्दी પાઠ-૧ “पत्र एवं डायरी” નો ‘ડાયરી’ શબ્દ મારા મગજમાં ઝબકયો... વર્ગમાં જઈને મેં તેમને આગળના દિવસની ઘટનાઓ લખવા કહ્યું, તેઓએ શું લખ્યું ખબર છે? ઉઠવું, નાહવું, ધોવું, ખાવું, પીવું, અને પાછુ સૂઈ જવું.... આમ તો, લગભગ એક અઠવાડિયા સુધી તેઓએ લખ્યું. પણ મેં તેમને ટોક્યા નહિ, અંતે આઠ દિવસ સુધી એકને એક લખ્યા બાદ તેઓ કંટાળ્યા અને તેઓએ ‘વિચાર્યું’ અને કહ્યું, “ટીચર, એકને એક લખવાનું ?” “મેં ક્યાં તમને એકને એક લખવાનું કહ્યું છે?” મેં કહ્યું. પછીના દિવસે લલિત એક વીરલો નીકળ્યો જેણે ડાયરીમાં લખ્યું.
આ નાની એવી ઘટના વર્ગ સમક્ષ મેં વાંચી, બધાને મજા આવી... હસ્યા... પછી તો... બધા રોજેરોજ કંઇકને કંઇક અલગ અલગ વિચારવા, અનુભવવા, જીવવા અને લખવા લાગ્યા. તો જીવન(સમાજ) પરિવર્તનનાં હેતુથી, વિચાર પરિવર્તન માટે ‘ડાયરી લેખન’ શરૂઆતમાં સમય સારણી(ટાઈમ ટેબલ), પછી દિનચર્યા, ધીમે ધીમે ઘટના લેખન હતું, ત્યારબાદ તેઓ ડાયરીલેખન સુધી પહોંચ્યા છે. અમુક ડાયરીના પાનાં હું વાંચું છું તો મને તેમાં કોઈ ભાવિ લેખકનાં પણ અણસાર આવે છે. કોને ખબર એથી પણ આગળ વધીને આમાંથી કોઈ ફિલ્મ સ્ક્રીપ્ટ રાઈટર તરીકે પણ પ્રખ્યાત થાય! તેમની ડાયરીઓ વાંચીને હું ઘણી વખત ખડખડાટ હસી છું અને પોક મૂકીને રડી પણ છું. “ડાયરી લેખન”થી તેમની રોજબરોજની નાની-નાની ઘટનાઓને અલગ રીતે જોવાની શક્તિ તો પ્રગટી જ છે, પણ એ સાથે જ ‘મારા’ જીવન, વિચારો અને શિક્ષક તરીકેના તેમની સાથેના મારા સંબંધમાં પણ પરિવર્તન મેં અનુભવ્યું છે. તેમની ડાયરીઓના અમુક પાનાંઓ ( જોકે બધા જ વાંચવા જેવા છે.) તમારી સાથે Share કરું છું.
![]() |
| ખિસકોલીનું અવલોકન |
![]() |
| અંગ્રેજીમાં વાતું !! |
![]() |
| ભૂલથી રવિવારે શાળાએ જવાનું હાસ્યાસ્પદ કારણ |
![]() |
| શિક્ષક્ની કહેલી વાત પરથી પુસ્તક વાંચવાની પ્રેરણા |
![]() |
| સર્જનાત્મકતા |
![]() |
| પ્રાણી પ્રત્યેની સંવેદના |
![]() |
| એક ઉગતા લેખકની શૈલી ! |
![]() |
| હાસ્યનું મહત્વ ! |
![]() |
| પોતાની સરખામણી પ્રાઈવેટ શાળાનાં બાળકો સાથે! |
![]() |
| મારું સપનું અને દેશપ્રેમ !! |











Very nice diary of all....
ReplyDeleteIt's very useful and good activity to make them think over for their thinking...
Yes.. really...
DeleteGreat work
ReplyDelete👍☺
DeleteGreat work
ReplyDelete