અને અમે બોલી ગયાં...
હા... અમે રિસાઈ ગયાં હતા એક બીજાથી...
હું વાત કરું છું મારાં અને ધોરણ-૭ના બાળકોની. કેમ.. એમાં તમને નવાઈ શું લાગી...? જે આપણાથી નજીક હોય તેમની સાથે જ તો આપણે રિસાઈ શકીએ. અને મિત્રો, આપણી પાસે જે બાળકો આવે છે તેમાંથી મોટાભાગનાંની ઘરે કોઈ એવું ક્યાં હોય જ છે જેમનાથી તેઓ રિસાઈ પણ શકે...!
અમારાં ધોરણ-૭નાં બાળકો થોડાં વધારે પડતાં રમતિયાળ. એક દિવસ ભણે અને બીજા દિવસે એમની એ જ જીદ્દ કે, “ટીચર, રમાડો...” અને એમાં પણ એક જ રમત - ‘ક્રિકેટ’. ના.. નાં.. ક્રિકટ રમવું એ કાંઈ ખરાબ બાબત નથી. પણ મને વાંધો હતો બાળકોએ જાતે ઘડી કાઢેલાં નિયમો સાથે. અને એમાંનો સૌથી ભયંકર નિયમ એટલે એ કે “છક્કો... નહીં(!!!) મારવાનો... ‘છક્કો’ મારે તે ‘Out’(!!!)...” બોલો લ્યો.. ક્રિકેટ રમવાનું અને છક્કો નહિ મારવાનો. “જો ‘છક્કો’ મારીએ તો દડો કાં તો શાળાની બાજુમાં આવેલી જીલ્લા પંચાયતમાં જાય અથવા તો બીજી બાજુ આવેલ કબ્રસ્તાનમાં પણ જતો રહે. અને દડો ખોવાઈ જવાથી થતાં ‘ખર્ચ’ નો બોજ શાળા પર પડે.” એમ તેઓ માને. આ.. હા.. હા.. કેટલાં ઉદાર ! આવા નિયમો સાથે ક્રિકેટ રમાડીને હું તેમને શું શીખવી શકું..? એ તો હજુ મારાં માટે પણ એક પ્રશ્ન જ છે. ત્રણ-ત્રણ ભાષાઓ લેવાની અને એક દિવસમાં એક વર્ગમાં માત્ર એકાદ કલાક જેટલો જ સમય મળે. આવી સમયની કટોકટીમાં હું આવો ‘ટાઇમપાસ’ કેવી રીતે કરાવી શકું...? મેં તેમને ઘણી વખત સમજાવ્યા છે. પરંતુ દસ કે પંદર દિવસ પછી પાછો dose ઉતરી જાય.
એક દિવસ હું આ ક્લાસમાં period લેવા ગઈ. ફરી એ જ demand. મેં વિચાર્યું કે એકાદ dose દેવાનો સમય થઇ ગયો છે. આથી તેમને થોડું સમજાવ્યાં અને પછી ભણાવ્યાં. period પૂરો થયો ત્યારે તેમને યાદ અપાવ્યું કે આવતીકાલે સંસ્કૃતના એક પાઠના શબ્દો પાકાં કરી ને આવવાનો વારો છે. બીજા દિવસે વર્ગમાં જઈ મેં તેમને શબ્દો પૂછવાનું શરુ કર્યું. પરંતુ આગળના દિવસની તેમની demand પૂરી ન થઈ હોવાથી તેઓ બધાં ‘સંપી ગયાં’ હતાં કે આજે શબ્દો પાકાં કરીને ન જવું. આમ “તેઓ” રિસાઈ ગયાં. તેમ છતાં મેં તેમને પાઠ તો સમજાવ્યો.
ત્રીજા દિવસે આ ધોરણના વર્ગમાં ગઈ તો વળી એ જ વાત કે,”ટીચર, કાલે તો ભણ્યાં હતાં. હવે આજે રમાડો. તમારાં વિષયનો કોર્ષ તો પૂરો થવા ઉપર છે....” લ્યો, બોલો... “કોર્ષ પૂરો કોને થયો કહેવાય?” એ વળી એમને શું ખબર...? બાળકો સમક્ષ પાઠ વાંચી જવો અને તેઓ પ્રશ્નો ગોખી નાખે એને શું કોર્ષ ‘પત્યો(!!!)’ કહેવાય...? આમ જોઈએ તો “પતાવી” જ નાખ્યો લાગે હો.... પરંતુ મન ન હોય તો હું તેમને ગમે તેટલું બ્રહ્મજ્ઞાન આપું તો એ ‘વ્યર્થ’ જ સાબિત થવાનું એમ વિચારી તેમને હું રમવા તો લઇ ગઈ. પરંતુ આ વખતે “હું” રિસાઈ ગઈ હતી. અને દૂર બેઠાં બેઠાં મને લાગતું હતું કે હું “કાણી બાલદી” માં પાણી રેડી રહી છું. હું વિચારતી હતી કે શિક્ષણરૂપી બાલદીમાં કેટલાં બધાં ‘છિદ્રો’ તો already છે જ... હવે આમાં બાળકો પણ જો જોડાય તો એ યોગ્ય ન કહેવાય. હું હાથમાં એક ચોપડી લઈને બેઠી હતી. તેમાં લખ્યું હતું કે, “શિક્ષક થઈને શિક્ષણ આપવાનું કામ ન કરે તેને તો નર્ક મળે જ છે પરંતુ જે શિક્ષકો આ કામ કરવાના પ્રયત્નો કરતાં હોય તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાના કામમાં જેઓ સતત પ્રવૃત્તિમય રહે છે તેમની સજા તો ઈશ્વરે ‘સસ્પેન્સ’ જ રાખી છે.” નક્કી કોઈ હૈયાં દાઝ્યાં એ આ વાક્ય લખ્યું હશે. આ quote માં પહેલાં પ્રકારના શિક્ષકો વિશે તો મેં પણ સાંભળ્યું હતું. “બીજા પ્રકારનાં શિક્ષકો પણ હોતાં હશે?” એવું મેં વિચાર્યું. પરંતુ તેમના વિશે તો ‘ઈશ્વર’ને જ વિચારવા દેવાનું મને યોગ્ય લાગ્યું. “તારી સમસ્યાનો ઉકેલ લાવવાના કોઈ જ પ્રયત્નો ન કરે તો તું પણ ક્યાંક આમાંની એક જ થઇ જઈશ.” એવું મારા અંતરાત્માએ મને કહ્યું.
ચોથો દિવસ. આજે આ વર્ગમાં period લેવાનો સમય થયો ત્યારે શાળામાં એક ભાઈ પોતાનાં ચિત્રોની કળા બાળકો સમક્ષ રજુ કરવા આવ્યા હોવાથી શાળાના બધા જ બાળકોને લોબીમાં બેસાડવામાં આવ્યા. પેલા ભાઈ ચિત્રો કેમ બનાવવા એ બતાવતા હતા. કાણાં પડેલ બટર પેપર પર કલર અને કેરોસીનવાળું પોતું ફેરવીને નીચે રાખેલ રૂમાલ પર સુંદર ચિત્રો બનાવતા હતા. “આ ચિત્રો permanent રહે છે.” એવું તેઓ બોલ્યાં.
‘કાણાં’ શબ્દ સાંભળ્યો કે વળી પાછું મને ગઈ કાલના ‘કાણી બાલદી’ વાળા વિચારો આવ્યાં. પરંતુ પેલા ભાઈની કળા જોઇને એમ પણ વિચાર આવ્યો કે, “સાવ કોરા કાગળ પર ‘કાણાં’ નો જ ઉપયોગ કરીને સુંદર મજાની ભાત પણ ઉપસાવી શકાય...!” રસોઈ બનાવવા માટે પણ ઘણાં બધા છિદ્રોવાળા વાસણોનો ઉપયોગ થાય જ છે ને....? મારી મમ્મીની સાડીના છિદ્રો હું કેમ ભૂલી ગઈ? એ જોઇને જ તો મેં સંકલ્પ કર્યો હતો કે જીવનમાં હું ક્યાંક તો ‘પહોંચીશ’. અને આજે હું દુનિયાની શ્રેષ્ઠ જગ્યા “બાળકોના હૃદય” સુધી તો પહોંચી જ ગઈ છું ને... આવા બધા વિચારોને અંતે મને હવે એક ઉપાય સુજી આવ્યો હતો.
પાંચમાં દિવસે સવારથી જ એ વર્ગ મેં સંભાળ્યો. વર્ગમાં જઈ ત્યાંના બારી-દરવાજા બંધ કર્યાં. એક ટેબલ પર લેપટોપ અને સ્પીકર્સ ગોઠવી દીધા. તેઓ સમજી ગયા કે ટીચર લેપટોપ પર કંઈક બતાવવાના છે. હા... તેઓ સાચા હતા. હું તેમને એક movie બતાવવાની હતી. હા.. હા.. movie. વળી પછી તમને નવાઈ લાગી..? કેમ.. આપણને નાના હતાં ત્યારે “એક બંદર હોટલ કે અંદર” , “એક બેબી તીન બદમાશ” જેવી ફિલ્મો બતાવવા શાળાએથી theatre માં ન’તા લઇ જવામાં આવતા..? તો આજે હું theatre ને જ વર્ગમાં લાવી હતી. આજે હું બાળપણ યાદ રહી જાય તેવું કોઈ ફિલ્મ ન’તી બતાવવાની. પરંતુ તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સપનાઓના બીજ રોપી દે તેવી ફિલ્મ બતાવવાની હતી. Because so many dreams to sow before we SLEEP. તમે તો સમજી જ ગયાં હશો તે movie. હા... કોઇપણ શિક્ષક, વિદ્યાર્થી કે વાલીએ જોઈ “જ” હોય એ movie “નીલ બટ્ટે સન્નાટા”... એક વખત મને એવો વિચાર પણ આવ્યો કે આ બાળકો નાના તો નઈ પડે ને... But “It is better to be early than to be TOO late.”
Movie નો interval આવ્યો ત્યારે અલ્ફાઝ બોલ્યો કે, “ચંદા ને ‘અપ્પૂ’ માં આ જ તો પરિવર્તન જોવું હતું.” ફિલ્મના બીજા ભાગમાં કોઈ કાંઈ જ ન બોલ્યું, માત્ર આંખનાં ખૂણાં જ લૂછ્યાં. અને આ સમયે હું મનમાં બોલી કે, “મારે પણ “મારાં અપ્પૂડાઓ” માં આ જ તો પરિવર્તન જોવું હતું.”
છટ્ઠા દિવસે જયારે હું વર્ગમાં ગઈ ત્યારે તેઓ સંસ્કૃત સુભાષિતોના ‘શ્લોકો’ ગાતાં હતાં અને એ પણ જોયા વગર.
આ રહ્યાં મારા અપ્પુડાઓ.....
તેમને જોવા-સાંભળવા ઉપરની લીંક પર ક્લિક કરો....
બાળકો પર તો આ movieની premanent છાપ રહી ગઈ હોય તેવું લાગે છે અને મારાં પર એના song ની...
“મુજકો... તું...અચ્છી લગતી હૈ....
તુજકો મેં કૈસી લગતી હું...
.....ઝીંદગી....”
Nice ...
ReplyDeleteNice ...
ReplyDeleteએક સંવેદનાપૂર્ણ અનુભવ....
ReplyDeleteસુંદર અભિવ્યક્તિ...
aapno aabhar bhai
Deleteરસપ્રદ !
ReplyDeleteધ્રુવ ભટ્ટની Atarapi ane tatvmasi ek vakhat vanchi lesho to shixatv mast lagashe.
chokkas vanchish Rakeshbhai.. aapno aabhar
DeleteTamaro anubhav navi prerna aapi jay chhe...
ReplyDeleteaabhar bhai
DeleteSuperb inspiration vision
ReplyDelete