આ...હા...હા...
કેવા મજાના દિવસો... કેવી મજાની જિંદગી.. કેવું મજાનું શિક્ષકત્વ... મને ખુબ જ મજા
પડે છે બાળકોની બાળસહજ પ્રવૃત્તિઓ જોવાની... માણવાની... કેવા મજાના હોય છે એ
લોકો... મેદાનમાં પોતાના જ પડછાયા જોઈને ચાર્લી ચેપ્લીનીયાવેડા કરતાં હોય છે... ‘શ્રમ’ શબ્દનો ‘શ્ર’ લખવા ચોપડો ઊંધો
કરીને ‘૪’ કરે... ક્રિકેટ રમતી વખતે કોઈ
ખેલાડી Out થાય ત્યારે Batting ની રાહ જોતો
તેની જ ટીમનો ખેલાડી Opposite ટીમના ખેલાડી કરતા વધારે રાજી થાય, અને સૈાથી વધારે
મજા તો ત્યારે આવે છે જયારે મારા બેટાવ.. મને (તાલુકા લેવલે ચેસ ચેમ્પિયન બનેલીને)
ચેસની રમતમાં જયારે જયારે હરાવી દે છે... આવી બધી બાબતો શિક્ષણના ઘણા બધા કહેવાતા
નિયમો, શૈક્ષણીક નીતિઓને
તોડીને શિક્ષણને તેના ખરા અર્થમાં ‘નિર્બંધ’ બનાવે છે. આ
વાંચનાર વ્યકિત જે કોઈપણ વ્યવસાયનો હોય પોતાના હ્રદયને પુછીને જવાબ મેળવે કે ’’શું
આવા અખંડ આનંદ આપનારા અનુભવો બીજા કોઈ ફિલ્ડમાં હોય છે ખરા..?
થોડાં દિવસો
પહેલાં જયારે અંગ્રેજી વાંચતા મારા બાળકોનો વિડીયો તથા સંદેશમાં આવેલ
લેખ બધાના ધ્યાનમાં આવ્યા ત્યારે ઘણા બધા લોકોએ મને પુછેલું કે હું કઈ ‘મેથડ’ કે ‘ટેકનીક’થી
ભણાવુ છું? મારા વર્ગની
પ્રવૃત્તિઓ Share કરવા કહેલું. પણ
મારે મારી ‘મેથડ’ કે ‘ટેકનીક’ને
શું નામ આપવું એ મને ખબર જ
નહોતી.. કેમકે હું નહોતી માનતી કે મેં કોઈ એવી જાદુઈ છડી ફેરવીને શિક્ષણ ને નડતરરૂપ
બનનાર બધી જ નકારાત્મકતાઓને ’છૂ˜ કરી દીધી હોય ; પરંતુ આજે એ બાબતે મારે તમારી સાથે મારા
થોડા અનુભવો Share કરવા છે.
બે-ત્રણ દિવસ
પહેલા અમારા પડોશમાં રહેતી શહેરની પ્રતિષ્ઠિત પ્રાઈવેટ શાળામાં ધોરણ-પમાં ભણતી એક
ઢીંગલી મારા ઘરે ગુજરાતીની સ્વાધ્યાયપોથી લઈને આવી. આવીને અમારા ઘરની લાઈબ્રેરીમાં
કશુંક શોધવા લાગી. મને થયું કે તે કોઈક વિષયની પાઠયપુસ્તક શોધતી હશે કેમકે તેને
ખબર હતી કે ત્યાં તેને તે મળી રહેશે. આજકાલ ’’ભાર વિનાના ભણતર˜˜ નો Concept ચાલે છે ને..? એટલે મેં વિચાર્યું
કે તે પોતાની પાઠયપુસ્તક તેની શાળાએ જ મુકીને આવી હશે, તેના ‘શાળાના’ દફતરમાં.
તમને બધાને ખબર છે ને એ લોકોને ઘરનું અને શાળાનું એમ બે દફતર રાખવાના હોય છે..
ટયુશનનું ‘ત્રીજું’ તે વળી નો’ખું...!! થોડીવારનાં નિષ્ફળ પ્રયત્નો પછી તે મારી પાસે
આવીને કહે કે.. “આન્ટી, તમારી
લાઈબ્રેરીમાં ‘ગાઈડ’ નથી..?”, હું સમજી ગઈ કે આને નકકી
સ્વાધ્યાયપોથીમાં ’ઉતારો˜
કરવો છે, મેં
કહ્યું કે ગાઈડ તો નથી.. પણ લાવ, હું તને હેલ્પ કરું, તો તેણે સ્વાધ્યાયપોથીમાંનું
પુનરાવર્તન-ર કાઢયું. સ્વાધ્યાયપોથીમાં
પણ ‘પુનરાવર્તન’?! આના વિશેના ‘વ્યર્થ’ વિચારો કરવાનું એ
સમયે મેં ટાળ્યું. કેમકે મારા એ વિશેના વિચારોથી કોઈ જ ફેર પડે તેમ કયાં હતો ?
પુનરાવર્તનમાં ‘નીચેના પ્રશ્નોના જવાબ તમારા(!?!) શબ્દોમાં
લખો’ એવા હેડીંગ
હેઠળના એક પ્રશ્ન પર તેણે આંગળી મુકી. પ્રશ્ન એક પાઠમાં આવતા ગામના વર્ણન વિશેનો
હતો. તેના જવાબ વિશે મેં તેને પુછયુ તો
તેને ખાસ યાદ નહોતુ. તો મેં કહ્યુ કે.. લે, પાઠયપુસ્તકના પાઠમાંથી શોધીને મને બતાવ જોઈ..
તેણે થોડી જ વારમાં શોધીને વાંચી લીધુ અને જવાબ પણ બોલી ગઈ. તો મેં કહ્યું કે એ જ તો
લખવાનું છે.. લખી જ નાખ.. પણ.. પણ.. પણ.. તેણે તે લખ્યુ નહી! કેમકે તેને તો તેના ટીચરે જે લખાવ્યું હશે
વર્ગમાં તે જ લખવું હતું. અને જે દિવસે ટીચરે તે લખાવ્યુ હતું ત્યારે તે શાળાએ ગઈ
નહોતી. આથી તે ‘પાછળ’ રહી ગઈ હતી. “તમે ૬ થી ૮ ધોરણમાં અંગ્રેજી ભણાવો છો ને એટલે
ધોરણ-પનું ગુજરાતી તમને નો આવડે...” જાતા જાતા પાછી એમ પણ કે’તી ગઈ.
મને કઈ કઈ
બાબતોનું દુ:ખ થયું એ તો તમે સમજી જ ગયા હશો પણ સાથે સાથે મને ‘હાશ...’ પણ થયું. તે
ઢીંગલીથી નહિ પરંતુ પ્રાઈવેટ શાળાની નોકરીથી. ખરેખર, મેં પણ તે કરી છે તેથી તેને હું ’નોકરી˜ જ કહીશ. વાલીઓ પણ
આવી શાળાઓ અને ત્યાંના શિક્ષાકોના વખાણ કરતા હોય છે કે ફલાણી શાળા સારી છે કેમકે
ત્યાં તો સ્વાધ્યાયપોથી પણ ’ઉતરાવી’ જ દે છે. શિક્ષક પણ શું કરે...? ટ્રસ્ટીઓ કે પ્રિન્સીપાલ
જયારે શિક્ષક મિટિંગ બોલાવતા હોય ત્યારે ‘ભાર વિનાના ભણતર’ની સાથે-સાથે આવી
બાબતો પર પણ ‘ભાર’
મુકતા હોય છે...
એ વાત તો સાચી જ છે કે કોઈપણ નવી ભાષા શીખવા કે બોલવા માટે તે ભાષાના શબ્દભંડોળની
જરૂર હોય છે. પણ અંગ્રેજી બોલવા માટે તેના SPELLINGS ગોખવાની જરૂર જ નથી.
તમે પણ ગોખ્યા હશે, મેં પણ ગોખ્યા છે
અને જયારે હું પ્રાઈવેટ શાળામાં નોકરી કરતી ત્યારે ગોખાવ્યા પણ છે. પણ ત્યારે તો
કોઈ એ હું કાંઈ નવું કરતી હોય તેવી નોંધ લીધી જ નહોતી. કેમકે તે
કયાં કાંઈ નવુ હતુ? મારે કેમ શીખવવુ
એ પણ મારે કયાં વિચારવાનું હતું..? ‘કેમ શીખવવુ?’ એ શીખવનારા તો ઓલરેડી ત્યાં હતા જ.. અને હા.. એ લોકો ની એ ‘મેથડ’ કે ‘ટેકનીક’
ત્યાં ચોકકસ કામ આવી ગયા હતા. અને તે સમયે હું પણ એ લોકો માટે સફળ જ રહી હતી.
બાળકો તો ત્યાંના પણ એટલા જ વ્હાલુળા હોય છે. અને મને ખુબ જ યાદ પણ આવે છે. મને
બીજું ‘હાશ’ એ વાતનું થાય છે
કે મને સરકારી શાળામાં વ્યવસાય કરવાની તક મળી...
પરંતુ સરકારી
શાળામાં જોડાતા જ મને પ્રાઈવેટ શાળા કરતા તદ્દન વિપરીત પડકારો જ સામા આવ્યા. બીજા
શબ્દોમાં કહું તો રીતસરનું ‘પડકારો’ની સામે પણ થવું પડ્યું. કેમકે બાળકોને શાળાએ
આવતા કરવાથી માંડીને તમે જે જે કલ્પી શકો તે બધી જ પરીસ્થિતિઓ સામે આવી. પણ હા...
એક વાત હતી કે ‘શિક્ષક તે વર્ગનો રાજા’ એવી ફિલિંગ્સ આવી, અને આવા જ મુકત વાતાવરણમાં હું મારા
બાળકો સાથે એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે મને ખુદને પણ ખબર ન પડી કે.. કયારે હું કોઈ ‘નોકરીયાત’ ટીચર મટીને
બાળકોને ‘પ્રિય’ ટીચર બની ગઈ.
તેમને હું ‘પ્રિય’
છું તેના મને ઘણા
અનુભવ થયા છે.
આનો એક નાનો પણ
ખુબ મહત્વનો અનુભવ... અમારી શાળામાં પણ બધા જ બાળકો ખુબ જ ગરીબ ઘરના આવે છે. ગરીબી
માટેના જેટલા વિશેષણો તમે કલ્પી શકો તે બધા જ લાગુ પડે. આવો જ એક વિદ્યાર્થી ‘જયેશ’ એક વાર રીસેસના સમયે
મારી પાસે આવ્યો. મારા હાથમાં તેણે એક લેડીઝ વોલેટ મુકયુ. થોડું જુના જેવુ હતું. પહેલા
તો મને તેને અડતા પણ થોડો સંકોચ થયો. મારા હાથમાં વોલેટ મુકી તે જે બોલ્યો એ શબ્દો
મને બરાબર યાદ છે કે, “ટીચર, ગઈ કાલે મારા
મમ્મી સાથે હું કચરો વીણવા ગયો’તો. ત્યારે આ પાકીટ મેં જોયુ તો મને થયું કે ટીચર
માટે લેતો જાવ! અને મારી આંખ પહેલા મારું હૃદય રડી પડ્યું. મને
થયુ કે ‘મફત’ હોવા છતાં પણ જો
આ બાળકોને આપણે શિક્ષણ ન આપીએ...?, તો ગરીબ કોણ કહેવાય એ તો હવે તમને ખબર પડી ગઈ હશે.
ર૦૧૦ ની સાલમાં હું
જયારે મારી શાળામાં જોડાઈ ત્યારે મને યાદ છે કે ઉનાળુ કે દિવાળી વેકેશન પૂરૂ થાય
પછી શાળાના પહેલા દિવસે જ અમને એક ચોંકાવનારું ચિત્ર જોવા મળે. શાળાના ના તમામ
દરવાજા નીચે પડયા હોય અને દરવાજાના મીજાગરા કોઈ કાઢી ગ્યુ હોય..! આવું તો સતત બે વર્ષ
સુધી મેં જોયુ. આવા વાતાવરણમાં સાથે-સાથે હું બચત બેંકની પ્રવૃત્તિ પણ ચલાવતી હતી.
મને બીક તો રહેતી કે બાળકોના પૈસાની પેટી કોઈ લઈ જશે...કદાચ કોઈ બાળક જ.... પણ..
મિત્રો, આજ સુધી બચત
બેંકની પેટી તો શું તેમાંથી એક પણ રૂપીયો ચોરાયો નથી.. આવી અલગ-અલગ પ્રવૃત્તિઓ વડે
તેમને હું પાઠયપુસ્તકના શિક્ષણ તરફ વાળતી ગઈ. અને આજે જે બન્યું તે તમારી સામે જ
છે. આજે તેમને ભણવું ગમે છે..
રહી વાત અંગ્રેજીની... તેમને હું સ્પેલિંગ
ગોખાવતી જ નથી..! તેઓને જો ગુજરાતી
વાંચતા અને અંગ્રેજી કક્કો આવડતા હોય
તો આ સરળ બની જાય છે. હું તેમને ‘ઉચ્ચાર’ પરથી સ્પેલિંગ ઓળખતા શીખવું છું. કોઈપણ પાઠના
આશરે ૧૦૦થી ૧પ૦ જેટલા ઉચ્ચાર-અર્થ લખાવું છું. સ્પેલિંગ તેમને તે પાઠમાંથી શોધીને
લખવા કહું છું. ત્યારબાદ ઉચ્ચારને આધારે સ્પેલિંગ ઓળખીને વાંચે પણ છે અને આમ તેઓ પાઠ્યપુસ્તકના
પાઠ પણ વાંચી શકે છે. અને નવાઈની વાત તો એ છે કે ઉચ્ચાર-અર્થ પાકા કરી લીધા હોવાથી
વાંચીને સમજી પણ શકે છે...!! અને આમ કરતાં કરતાં..... આપણું તો કામ થઈ ગ્યું....
ઓ..હો..હો.. ઘણુ
લખાઈ ગ્યું... મારા જેવા ઘણાં અનુભવો તમને પણ થયા હશે... આવી પ્રવૃત્તિઓ તમે પણ
કરતા હશો.. એટલા માટે સમજી શકો કે ’’ઘણું લખાઈ જવું એ સ્વાભાવિક છે.
મારા લખાણને અંતે
થોડા ફોટાઓ મુકું છું... કે જે મારા વિદ્યાર્થીઓએ ‘કહાની આગે બઢાઈએ’માં બનાવેલ
કહાનીઓ છે. કોઈપણ વાર્તા એકબીજાથી સાવ અલગ જ વિચાર રજુ કરે છે. જરૂરથી
વાંચશો...
![]() |
બાળકો આ વાર્તાઓ દ્વારા પડકાર
આપતા હોય તેવુ લાગે છે કે...
“આઝમાના ચાહતે હો મેરી ઉડાન કો...તો ઊંચા કરલો અપને આસમાન કો...”
“આઝમાના ચાહતે હો મેરી ઉડાન કો...તો ઊંચા કરલો અપને આસમાન કો...”






True... That we work With enough freedom within a frame.... to educate d children... Not just to teach... Samvedana ne khub sari rite oop aapi sakya chho.....
ReplyDeleteyaa... true. and thank you
DeleteWell Described :) Wish there will be more write up from you.
ReplyDeletehmm.. very soon and thank you Rakeshbhai...
DeleteNice work
ReplyDeleteAabhar...
DeleteHu Haathne Mara Felavu To Khuda Tari Khudai Door Nathi...
ReplyDeleteHu Mangu Ne Tu Aapi De A Vaat Mane Manhood Nathi....
..... Good Beginning
And Miles To Go Before WE Sleep....
Many dreams to sow before we sleep....
DeleteNice...keep it up...
ReplyDeletekhub aabhar...
DeleteNice & good jobs
ReplyDeleteKeep it up. .........
sure and thank you...
Deletenice mem , hu pn ek privet sixak chhu
ReplyDelete7 8 9 10 nu maths nd sci bnnne lv chhu nd mne aanand chhe ee vat no k mara 7 8 na student potani swadhyaypothi jatej utare chhhe potani maulikta thi ., kaligheli bhasa ma , jyare singh kariye tyare ee badko ni swapothi ma lakhela aanswer read kariye tyare je feeling hoi chhe te kharekhr sbdo ma vrnvi na skai....
std. 6 7 na balko maths science ni swa.pothi maulikta thi lakhe chhe ane tame tene aavkaro pan chho... a jani ne alag j prakar no aanand thayo...
DeleteTruptiben I having trouble to comment on your blog. really it is great story And touch to heart .believe that it is not a story but reflections of your duety as teacher.
ReplyDeleteaapno khub aabhar Ghumaliya saheb...
DeleteThis comment has been removed by the author.
DeleteNow no trouble
ReplyDeleteIt is OK.
Truptiben.....
ReplyDeleteI couldn't express my happiness (as I m reading a great teacher) , salute to your feelings, efforts....
Being a Lecture, i could understand the amount of hard work as well as huge will is required to do all these...
.
Nirav Shah
Lecture in Mathematics,
Government polytechnic, Jamnagar
thanks to feel the words
DeleteTrupti mem aapni lekhan saily khoob gami.
ReplyDeleteઆભાર ભાઈ... 😊
DeleteTrupti mem aapni lekhan saily khoob gami.
ReplyDelete